



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
ભારત સરકાર દ્વારા પંડિત દિનદયાળ અંત્યોદય યોજના હેઠળ આજીવિકા મિશન કાર્યરત છે જે યોજના અંતર્ગત લોકોને સરકારી સહાય મળે અને નાના વ્યવસાય કરનારને લોન મળે તેવા પ્રયાસ કરવામાં આવી રહયા છે ત્યારે યોજના હેઠળ મોરબીના ૧૭ લાભાર્થીઓને ૨૪.૨૬ લાખની લોન મંજુર કરવામાં આવી છે
દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ ટાસ્ફ ફોર્સ કમિટીની બેઠક મળી હતી જેમાં વ્યક્તિગત ધંધા વ્યવસાય માટે આવેલી ૧૭ અરજીઓ મળી હોય જે અરજીઓને યોજનાના ધારા ધોરણો અનુસાર રૂ ૨૪.૨૬ લાખની મંજુરી આપી ભલામણ માટે બેંકને મોકલી દેવાઈ છે અને રકમ લાભાર્થીઓને ચુકવવામાં આવે તે માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે સાથે જ ચાર સખી મંડળની કેશ ક્રેડીટ લોન અરજી રૂ ૪ લાખની મર્યાદામાં મંજુર કરી દેવાઈ છે જે અંગે પણ સંબંધિત બેંકને ભલામણ મોકલી દેવાઈ છે અને યોજનાનો વધુ લોકો લાભ લઇ સકે તેવા પ્રયાસો મોરબી ચીફ ઓફિસર સાગર રાડિયા અને તેની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે



