


મોરબી નજીક હાઈવે પર રસ્તા નજીક સુતેલા શ્રમિક પર લોડર ફરી વળતા યુવાનનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
મોરબી નજીક સોખડા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો જે મામલે પરપ્રાંતીય મહિલા ફૂલરાની આદિવાસી નામની મહિલાએ તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી જીજે ૧૫ એસઆર ૦૩૪૪ ટ્રેકટર મશીન લોડર ચાલકે પુરઝડપે અને બેફિકરાઈથી લોડર ચલાવી રોડની સાઈડ પર સુતેલા ફરિયાદી અને તેના જેઠ પર લોડર ચડાવી દીધું હતું જેમાં તેના જેઠ ખજુ અલ્કાઈન આદિવાસી (ઊવ ૫૩) નું કરુણ મોત નીપજ્યું હતું જયારે ફરિયાદી મહિલાને ઈજાઓ પહોંચી હતી. જયારે અકસ્માત બાદ લોડર ચાલક મશીન બનાવવાની જગ્યાથી થોડે દુર લોડર મૂકી નાસી ગયો હતો. તાલુકા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

