


સરકારના ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આજે આજીવિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હળવદની તાલુકા પંચાયત કચેરીએ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી મોરબી દ્વારા આજે આજીવિકા દિવસ ઉજવણી કાર્યક્રમ હળવદ તાલૂકા પંચાયત કચેરી ખાતે યોજાયો હતો જેમાં માજી મંત્રી જયંતીભાઈ કવાડીયા, હળવદ નગરપાલિકા પ્રમુખ હિનાબેન રાવલ; હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઇ રાવલ, બાંધકામ સમિતીના ચેરમેન સતીષભાઈ પટેલ તેમજ નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા.

