પ્રી મોન્સૂન કામગીરીના લીરેલીરા : મોરબીના બાપા સીતારામ ચોક પાસેના નાલામાં બેફામ ગંદકી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી

        મોરબીના પોશ વિસ્તાર સમાન રવાપર રોડ પર આવેલા નાલામાં બેફામ ગંદકી જોવા મળી રહી છે અને દર વર્ષે વરસાદની મોસમમાં પાણીના નિકાલ અટકી જતા પાણી ઘરોમાં ઘુસી જવાની સમસ્યા જોવા મળતી હોય છે તો પાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પણ પોલ ખુલી જવા પામી છે

        મોરબીના રવાપર રોડ પર બાપા સીતારામ ચોક પાસે મોટું નાળું આવેલું છે પાણીના નિકાલ માટે બનાવેલા નાલામાં સફાઈના અભાવે ગંદકીના થર જામેલા જોવા મળી રહ્યા છે મોરબીના જેઈલ રોડ પરથી થઈને આવતું પાણી આ નાલા સુધી પહોંચીને આગળ વહી જાય છે પરંતુ નાલામાં હાલ બેફામ ગંદકી જોવા મળી રહી છે દર વર્ષે પાલિકા તંત્ર પ્રી મોન્સૂન કામગીરીના ગાણા ગાય છે જોકે વરસાદ પડતા જ તંત્રના દાવાની પોલ ખુલી જતી હોય છે હાલ મોરબીના રવાપર રોડ પરના નાલામાં બેફામ ગંદકી જોવા મળી રહી છે નાલામાં કચરાના ઢગલા જામેલા જોવા મળે છે જેથી પાણીનો નિકાલ અટકી જાય છે ત્યારે જો મોરબીમાં ભારે વરસાદ થાય તો પાણીનો નિકાલ ના થઇ શકવાને પગલે વરસાદી પાણી લોકોના ઘરો અને રોડ પર ફરી વળશે તે નક્કી છે તો આ દ્રશ્યો જોયા બાદ હવે પાલિકા તંત્રને શરમ આવે છે કે પછી જેસે થે ની સ્થિતિ રહે છે તે જોવું રહ્યું 

Comments
Loading...
WhatsApp chat