લાયન્સનગર શાળાના બાળકોને ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ

જોય ઓફ ગીવીંગ ગ્રુપ દ્વારા આજે લાયન્સનગર પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ ના બાળકોને ફૂલસ્કેપ ચોપડા વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને વોટરબેગ અને ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે વિતરણ સમારોહમાં દાતાઓએ હાજરી આપીને કાર્યક્રમને દીપાવ્યો હતો. વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડા વિતરણ પ્રસંગે જોય ઓફ ગીવીંગ ગ્રુપના ભાવીપ્રસાદ રાવલ, ઘનશ્યામભાઈ અઘેરા સહિતના સભ્યો તેમજ લાયન્સનગર શાળાના સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહયા હતા. આ તકે લાયન્સનગર શાળાના સ્ટાફમિત્રોએ તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરીને સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat