લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડીસ્ટ્રીક ગવર્નર ચંદ્રકાન્તભાઈ દફતરીનો શપથવીધી સમારોહ યોજાયો

મોરબીના આગેવાન અને સેવાકીય ક્ષેત્રે સતત કાર્ય કરી રહેલા ચંદ્રકાંતભાઇ દફતરી તેમની સેવાના કાર્યોની કામગીરીથી સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ નહી પરંતુ સમગ્ર ગુજરાત અને ભારત લેવલે કાર્યોની નોંધ લેવાઇ રહી છે.

લાયન્સ વર્ષ ૨૦૧૮/૧૯ના ગવર્નર તરીકે લાસવેગાસ અમેરીકા ખાતે ૩ જુલાઇના શપથ લઇ અને વતન પરત ફર્યા બાદ તેમણે સૌરાષ્ટ્ર અને કચ્છની ૭૦ કલબોમાંથી સેવાના ક્ષેત્રે ઉજ્જવળ કામગીરી કરે તેવા ૩૦૦ જેટલા ચેરમેનની નિમણુક કરી છે. જેમા મુખ્યત્વે જન્મજાત બહેરા-મુંગા બાળકો, આર્ટીફીશીયલ આઇ ઇમ્પ્લાંટ, બ્લડ ડોનેશન, કીડની ડાયાલીસીસ, વિધવાઓને અનાજ સહાય, થેલેસેમીયા અવેરનેશ, નેત્રયજ્ઞો, સમૂહ લગ્નો, પ્રાણીઓની સારવાર, જયપુર ફૂટ, આઇ અને બોડી ડોનેશન, અપંગોને સહાય, યુવાનોમાં વકતૃત્વ સ્પર્ધા, ડાન્સ કોમ્પીટીશન વિગેરે અનેક વિવિધ પ્રકારના સમાજ ઉપયોગી સેવાઓના કાર્યો આ વર્ષમાં હાથ ધરવામાં આવશે.

તાજેતરમાં વેરાવળ વિસ્તારમાં પૂરપ્રકોપ થતા તરત જ લાયન્સ ઇન્ટરનેશનલમાંથી ઇમરજન્સી ગ્રાન્ટ ૫૦૦૦ ડોલરની મેળવી અને સહાયની કામગીરી શરૂ કરી દિધેલ છે. આ શપથવીધી સમારોહમાં લાયન્સ ઇન્ટરનેશનલના પૂર્વ પ્રમુખ લાયન અશોક મહેતા અને કલકતાથી એ. પી. સીંગ ઉપસ્થિત રહ્યા હતા. મુંબઇ-કલકતા-હૈદ્રાબાદ તેમજ વડોદરા વિગેરે જગ્યાએથી લાયન્સના હોદેદારોની હાજરીમાં કેબીનેટની શપથવીધી સમાપન થઇ હતી.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ૫૭૩ ડેલીગેટની હાજરીમાં કેબીનેટની શપથવીધી સમાપન થઇ હતી. કાર્યક્રમને સફળ કરવા માટે સુરેશ સંઘવી, ગીતાબેન સાવલા, કમલેશ શાહ, દીલીપ સાવલા, જયદેવ ભટ્ટ અને તેની ટીમે મહેનત કરી હતી. સૌરાષ્ટ્ર અને કચ્છના ૩૦૦૦ લાયન્સ સભ્યો દ્વારા આ વર્ષે ૩૦,૦૦૦ વિધવા, ત્યક્તા, દિવ્યાંગ- જરૂરિયાતમંદ બહેનોને દર મહિને અનાજની કીટ આપશે તેવા શપથ લીધા હતા.

Comments
Loading...
WhatsApp chat