



ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સીએનજી રીક્ષામાં દેશી દારૂ ભરેલો હોય રીક્ષા અટકાવી દેશી દારૂનો જથ્થો સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે જોકે ચાલક નાસી ગયો હોય જેને ઝડપી લેવા તપાસ ચલાવી છે
ટંકારા પોલીસની ટીમ લજાઈ ચોકડી નજીક પેટ્રોલિંગમાં હોય દરમિયાન સીએનજી રીક્ષા નં જીજે ૦૩ બિયું ૧૯૨૩ ને અટકાવી તલાશી લેતા રીક્ષામાં દેશી દારૂ ભરેલી ૧૦૦ નંગ કોથળીઓ કીમત રૂ ૧૦,૦૦૦ નો મુદામાલ મળી આવતા સીએનજી રીક્ષા અને દારૂનો જથ્થા સહીત ૬૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જોકે રીક્ષા ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો જેને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે



