હળવદ રોટરી કલબએ ૩૫૦૦ જેટલા શ્રમિકો માટે પાણીનું પરબ બંધાવ્યું

હળવદ જીઆઈડીસી ના એન્ટ્રન્સ ની આજુબાજુ માં રહેતા લગભગ ૩૫૦૦ જેટલા શ્રમિકો માટે રોટરી કલબ દ્વારા દાતાઓના સહયોગથી રૂપિયા એક લાખના ખર્ચે આરઓ ફિલ્ટર પ્લાન અને વોટરકુલરની સુવિધા સાથેના પરબ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.તેમજ જીઆઇડીસીના શ્રમિક પરિવારોને તરસ છીપાવવા અને બારેમાસ ઠંડુ અને ફિલ્ટર પાણી મળી રહે એવા પરબ બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં મુખ્ય મહેમાન તરીકે સોમનાથ એગ્રો વાળા ઉદ્યોગપતિ હિતેશભાઈ મેંઢા ખાસ હાજર રહ્યા હતાં.
આ સમગ્ર પ્રોજેક્ટનું ડોનેશન સ્વ: ભુપતભાઇ ગોવિંદભાઇ રાઠોડના સ્મરણાર્થે હસ્તે:તેમના પુત્ર કાનજીભાઈ તથા રોહિતભાઈ તરફથી આપવામાં આવ્યું હતું. આ પ્રોજેકટમાં પ્રેસિડેન્ટ ચિનુભાઈ પટેલ, સેક્રેટરી રાજેન્દ્રસિંહ રાણા, નરભેરામભાઈ અઘારા, શક્તિસિંહ ઝાલા, સુરેશભાઈ દીક્ષિત, ડો.પરેશભાઈ પરમાર અને રોટરેક્ટર કલ્પેશ દવે, વિકાસ જાકાસણીયા, યશરાજ રાણા હાજર રહ્યા હતાં.

Comments
Loading...
WhatsApp chat