હળવદ ફ્રેન્ડસ યુવા ગ્રુપ દ્વારા ચકલી ધર, પાણીના કુંડા સહિતની વસ્તુઓનું વિનામુલ્યે કરાયું

હળવદ ફ્રેન્ડસ યુવા ગ્રુપ દ્વારા પ્રોજેકટ ચકલીઓની લુપ્ત થતી પ્રજાતીઓને બચાવવા અને ચકલી પ્રત્યે નો પ્રેમ અને જાગૃતતા વધે તે માટે ચકલી ઘર, પાણીના કુંડા સહિતની ચીજ વ્સતુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.ચકલી એક એવું પક્ષી છે કે જે ગમે તે જગ્યાએ માળો બાંધી શકતી નથી તેને આશરો હોય તો જ માળો બાંધી શકે છે. આ હેતુથી પ્રકૃતી પ્રેમી જનતા ના લાભાથૅએ પ્રોજેકટ નું આયોજન કરવામાં આવ્યું.અહીંયા થી લીધા બાદ કાયમી ઘોરણે કેવી રીતે માવજત કરવી એ બાબાત ની માહીતી આપવામાં આવી હતી.લોકો ની બહુ ભીડ જોવા મળી હતી.આ પ્રોજેકટ મા સહભાગી થનાર  દાતાઓનો ગ્રુપના પ્રમુખ વિશાલભાઈ જયસ્વાલ એ સમગ્ર ગ્રુપ વતી આભાર માન્યો  હતો.આ પ્રોજેકટ અંતર્ગત 1000 નંગ ચકલી ઘર, 1000 નંગ પક્ષીઓને ને પીવાના પાણી ના કુંડા તેમજ 500 નંગ ચકલી ના ચણ ની ડીશ નું વિતરણ કરવામાં આવ્યું.

 

1000 નંગ ચકલી ઘર માટે  વાલજીભાઈ ઘરમસીભાઈ કુબેર, અરવિંદભાઈ ઘરમસીભાઈ કુબેર તેમજ કુંડા અને બડૅ ફીડર માટે મદસરભાઈ લોલાડીયા, કૃણાલભાઈ કોઠારી, શૈલેષભાઈ પટેલ, અશોકભાઈ પ્રજાપતી, બાબુભાઈ ફેરા, દેવેન્દ્રભાઈ પટેલ, રામ ભરોશે રહ્યા હતા.

 

આ પ્રોજેકટ ને સફળ બનાવવા ગ્રુપ ના પ્રમુખ વિશાલ જયસ્વાલ, ઉપપ્રમુખ બિપીનભાઈ કાપડીયા તેમજ સભ્યો અમનભાઈ ભલગામા, મયુરભાઈ પરમાર, મયુરભાઈ ગાંધી, વિપુલભાઈ કરોત્રા, સન્ની ચૈહાણ, અજુભાઈ , વિશાલ ગોસાઈ, પ્રગનેસ પ્રજાપતી, પ્રીયેશ શેઠ, રજનીકાંન્ત ઘા.પરમારે હાજરી આપી.

 

 

 

Comments
Loading...
WhatsApp chat