



મોરબીના શક્તિ ગેસ્ટ હાઉસ રોડ પર આવેલ શક્તિ ચોકમાં વર્ષોથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં ભાગ લેતી બાળાઓ દ્વારા લોકો સમક્ષ અવનવા ગરબા રજુ કરવામાં આવે છે તો આ વર્ષે બાળાઓ દ્વારા મોરબીમાં સૌ પ્રથમ લાઈટીંગ ગરબાનો રાસ રજુ કરવામાં આવ્યો હતો.જેમાં દરેક બાળાઓએ એક સાથે ત્રણ-ત્રણ ચણીયા ચોરી પહેરીને એક કિલો વજનની બેટરી કમર પર લગાવીને ચાચર ચોકમાં ગરબા રજુ કર્યા હતા.તેમજ આયોજક દ્વારા જણાવ્યું હતું કે છેલ્લા એક માસથી લાઈટીંગ ગરબાની તૈયારી બાળાઓ દ્વારા કરવામાં આવી હતી જે મોરબીવાસીઓ સમક્ષ રજુ થતા લોકો તરફથી ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો.
જુઓ વિડીયો…………….



