



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
હળવદ પોલીસની ટીમે બુટવડા ગામની સીમમાં વાડીમાં દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોય જે બાતમીને આધારે દરોડો કરીને ઈંગ્લીશ દારનો જથ્થો ઝડપી લીધો છે
હળવદ પીએસઆઈ પી જી પનારાની ટીમને બાતમી મળી હતી કે બુટવડા ગામની સીમમાં આરોપી વિપુલ ધીરૂભાઈ ઠાકોર રહે બુટવડા તા. હળવદ વાળા ની વાડીમાં છોડ નીચે દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોય જે બાતમીને આધારે પોલીસે દરોડો કરીને વાડીમાંથી ૮૦ નંગ દારૂની બોટલ કીમત રૂ ૮૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જોકે રેડ દરમિયાન આરોપી હાજર નહિ મળતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે



