ટંકારા તાલુકા વિજ્ઞાન પ્રદર્શનમાં લાઇફ લિન્કસ વિઘાલયની “વેકયુમ કલીનર” કૃતિ પ્રથમ ક્રમે



ટંકારા સરદાર પટેલ વિઘાલય ખાતે સંકુલ કક્ષાનું તાલુકા કક્ષાનું ગણિત -વિજ્ઞાન પયાઁવરણ પ્રદર્શન યોજાયેલ આ પ્રસંગે માં ૨૫ શાળાઓ ની ૩૧ કૂતિઓ રજુ થયેલ જેમાં લાઇફ લિન્કસ વિઘાલયના ઘોરણ ૧૦ ના વિઘાથીઁઓ કવન પ્રતિક દ્વારા વેકયુમ કલીનર કૂતિ રજુ કરેલ
આ કૂતિની પ્રા શિક્ષણઘિકારી દીયાબેન બોડા તથા મહેમાનો દ્વારા માહિતી મેળવેલ આ કૂતિએ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ ઉચસ્તર માઘ્યમિક વિભાગમાં પણ સંસાઘન અને વ્યવસ્થામાં ઘોરણ ૧૨ ના વિઘાથી અંકિત તથા મિલન દ્વારા Li-Fl કૂતિએ પણ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે શિક્ષકો દ્વારા માગૅદશન અપાયેલ પ્રમુખ જયંતીભાઈ બારૈયાએ વિઘાથીઁઓને અભિનંદન પાઠવ્યા છે