Billboard ad 1150*250 Billboard ad 1150*250

એનએમસી બીલના વિરોધમાં સામાજિક કાર્યકરે લખ્યો વડાપ્રધાનને પત્ર

નિર્મિત કક્કડ દ્વારા વડાપ્રધાનને પત્ર પાઠવી કરાઈ રજૂઆત

કેન્દ્ર સરકાર મેડીકલ ક્ષેત્રે એન.એમ.સી. બીલ પાસ કરવાની વિચારણા કરી રહી હોવાના અહેવાલો બાદ શનિવારે ગુજરાત રાજ્યના તબીબોએ એક દિવસ ઓ.પી.ડી. બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ બીલ મામલે મોરબીના સામાજિક કાર્યકર દ્વારા દેશના વડાપ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે

મોરબીના સમાજિક કાર્યકર નીર્મીતભાઈ કક્કડે વડાપ્રધાન મોદીને પત્ર પાઠવી જણાવ્યું છે કે ૨૦૧૪ મા લોકોએ આપને તેમજ આપની પાર્ટી ને ભરપુર મત આપી જીતાડ્યા હતા અને કેન્દ્રમા આપના નેતૃત્વ વાળી સરકાર આવી હતી. દેશની પ્રજાને આપના પર ઘણી બધી આશાઓ હતી લોકો ‘અચ્છે દીન’ ના સ્વપ્ન જોઈ રહ્યા હતા પરંતુ આ બીલ દ્વારા ગરીબ વિદ્યાર્થીઓ માટે બુરે દીન આવશે તેવુ તબીબોનુ માનવુ છે. આપના કાર્યકાળ દરમિયાન ઘણા બધા આંદોલનો દેશમા થયા છે ત્યારે વધુ એક વખત પ્રચંડ વિરોધનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતીનુ નિર્માણ થવા જઈ રહ્યુ છે. વિવિધ મોરચે આપની સરકાર દ્વારા કેટલી અને કઈ કઈ કામગીરીઓ થઈ એ બાબતથી આપ માહીતગાર છો. ૨૦૧૪ ના આપના ચૂંટણી ઢંઢેરાના દર્શાવેલ દરેક બાબતોની દીશામા આપની સરકારે કેટલી કામગીરી કરી તે દેશની પ્રજા જાણે જ છે.

એન.એમ.સી. બિલ દ્વારા માત્ર ધનિક વર્ગના જ વિદ્યાર્થીઓ ડોક્ટર બની શકશે તેવુ તબીબોનુ માનવુ છે. ગરીબ વિદ્યાર્થીઓ ડોક્ટર બની શકશે નહી. તો આપની સરકાર ગરીબોના ઉત્કર્ષ માટે કાર્ય કરે છે કે માત્ર ધનિકો ના ? એક બાજુ ફી નિર્ધારણના કાયદા દ્વારા સરકાર ખાનગી શાળા સંચાલકો સામે કાર્યવાહી કરી રહી છે ત્યારે બીજી બાજુ કેન્દ્ર સરકાર દ્વારા મેડીકલ અભ્યાસક્રમમા ફી વધારનાર કાયદો પસાર કરવા ના પ્રયત્નો થઈ રહ્યા છે. શુ આ યોગ્ય છે.

આ રજુઆત સાથે મારી આપને વિનંતી છે કે ૨૦૧૯ મા લોકસભા ચૂંટણી આવતી હોય આ બીલને શક્ય હોય તો મુલત્વી રાખવુ અથવા ફરી વિચારણા કરવી. તાજેતરમા ટ્રાન્સપોર્ટર્સ ની હળતાલ સામે આપની સરકાર ને ઝૂકવુ પડ્યુ છે ત્યારે બીજી વખત તબિબો સામે નીચુ જોવા જેવુ ન થાય તેનુ ધ્યાન રાખવુ અનિવાર્ય છે. તબિબોને આધુનિક સમયમા ભગવાન માનવામા આવે છે. તેઓ કોઈ પણ જીવલેણ બિમારીનો ઈલાજ કરી લોકો ને સ્વાસ્થ્ય તેમજ નવજીવન બક્ષે છે. આપણા દેશના ઘણા તબિબો આંતરરાષ્ટ્રીય સ્તરે સેવા આપે છે ત્યારે જો આ તબીબોને આંદોલન કરવુ પડે તે બાબત શરમજનક છે તેમ પણ જણાવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat