


ઓદ્યોગિક નગરી મોરબીમાં સિરામિક, ઘડિયાળ સહિતના ઉદ્યોગો આવેલ છે અને દેશના અન્ય રાજ્યમાંથી વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓ આવનજાવન કરતા હોય જેથી મોરબીને એરપોર્ટની સુવિધા આપવાની માંગ કરવામાં આવી છે.
વિશ્વ હિંદુ પરિષદ મોરબી જીલ્લા મંત્રી હસુભાઈ ગઢવીએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર પાઠવી રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે મોરબીમાં સિરામિક, ઘડિયાળ, નળિયા સહિતના ઉદ્યોગો વિકાસ પામ્યા છે તેમજ ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમી હોય જેના દર્શનાર્થે દેશ વિદેશના પ્રવાસીઓ આવતા હોય છે તે ઉપરાંત મોરબીમાં એતિહાસિક ઝુલતા પુલ, મણી ,મંદિર, દરબાર ગઢ જેવી એતિહાસિક ઈમારતો છે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે
જેથી ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી શહેરને એરપોર્ટની સુવિધા આપવામાં આવે તે જરૂરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યોજના ઉડાન અંતર્ગત મોરબીને એરપોર્ટની સુવિધા આપવામાં આવે તો પ્રવાસન તરીકે વિકાસ થવા ઉપરાંત ઉદ્યોગને પણ ફાયદો થશે તેથી એરપોર્ટ સુવિધા આપવા અંગે યોગ્ય નિર્ણય કરવાની માંગ કરી છે.

