મોરબી જીલ્લાની આશા વર્કરોના પગારવધારા મામલે આરોગ્ય મંત્રીને પત્ર

જીલ્લા પંચાયત પ્રમુખે આરોગ્ય મંત્રીને કરી રજૂઆત

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા આશા ફેસીલીટેટર ટીએડીએ વધારા સાથે લઘુતમ વેતન અને મેટરનીટી લીવ સહિતના પ્રશ્નો અંગે લડત ચલાવી રહી છે ત્યારે જીલ્લા પંચાયત પ્રમુખ આરોગ્ય મંત્રીને પત્ર લખીને આશા ફેસીલીટેટરના પ્રશ્ન મામલે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે

મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ આરોગ્ય મંત્રી કિશોરકુમાર કાનાણીને પત્ર લખી જણાવ્યું છે કે આશા ફેસીલીટેટર દ્વારા કરેલી રજૂઆત મુજબ હાલ તેને ૪૦૦૦ ટીએડીએ ચુકવવામાં આવે છે જેમાં ૧૧ થી ૧૩ ગામની મહિનામાં મુલાકાત કરતા વાહન ભાડામાં અડધી રકમ જતી રહે છે ૧-૦૧-૨૦૧૫ થી ચુકવવામાં આવે છે પછી વડાપ્રધાને આશાના ઇન્સેન્ટીવમાં ૧૦૦ ટકા વધારો કર્યો છે જેને આશા ફેસીલીટેટરના પ્રશ્નો અંગે ધ્યાન આપ્યું નથી

ત્યારે વિવિધ માંગણીઓ જેવી કે ટીએડીએ સાથે યોગ્ય મહેનતાણું ચૂકવાય, સાતમાં પગારપંચ મુજબ લઘુતમ વેતન ચુકવે અને કાયમી કરવામાં આવે, સરકારી ધારા ધોરણ મુજબ મેટરનીટી લીવ મળે, આખો મહિનો કામ હોવાથી ૨૦ દિવસને બદલે આખા મહિનાનું ટીએડીએ ચુકવવું અને ૨૦૧૨ ની સાલથી ફક્ત ટીએડીએ મેળવી કામ કરે છે જે કામગીરીને ધ્યાને લઈને ટીએડીએ સાથે યોગ્ય વેતન ચુકવવાની માંગ કરી છે તો હાલ આશા બહેનો હડતાલ પર ઉતરી છે જેથી તેના પગાર વધારા સહિતની માંગ અંગે યોગ્ય નિર્ણય કરવાની માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat