

રાજાશાહી શાસનમાં સૌરાષ્ટ્રના પેરીસની ઉપમા ધરાવતા મોરબી શહેરમાં સરકારી મેડીકલ કોલેજ મળે તો અનેક વિદ્યાર્થીઓને લાભ મળી સકે તેમ હોય જેથી મેડીકલ કોલેજ મામલે વડાપ્રધાનને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે
વિશ્વ હિંદુ પરિષદ મોરબી જીલ્લા અગ્રણી હસમુખભાઈ ગઢવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે રાજાશાહી વખતમાં સૌરાષ્ટ્રના પેરીસની ઉપમા ધરાવતું અને હાલ ઓદ્યોગિક નગરી મોરબી જ્યાં સિરામિક ઉદ્યોગનો બહોળો વિકાસ થયો છે મોરબી નગરમાં રાજાશાહી વખતથી એલ.ઈ.કોલેજ ગુજરાતમાં નામના ધરાવે છે જેથી મોરબી જીલ્લા કેન્દ્રમાં સરકારી મેડીકલ કોલેજની સુવિધા મળે તો મોરબી ઉપરાંત આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને લાભ મળી સકે તેમ હોય જેથી મેડીકલ કોલેજ સુવિધા આપવા અંગે યોગ્ય વિચારણા કરવાની માંગ કરી છે