મોરબીમાં અકસ્માતોની વણઝાર રોકવા ધારાસભ્યનો જીલ્લા એસપીને પત્ર

મોરબી પંથકમાં દિવાળીના તહેવારો દરમિયાન જુદી જુદી આકસ્મિક ઘટનાઓમાં અનેક માનવ જિંદગીના લેવાયેલા ભોગ અન્વયે ખેદ વ્યક્ત કરતા મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેજએ જીલ્લા પોલીસવડાને પત્ર લખીને બેફામ દોડતા વાહનોની ગતિ નિયંત્રિત કરવાની જરૂરિયાત હોવાનું જણાવીને પોલીસ સતર્કતા દાખવે તેમ જણાવ્યું છે

ધારાસભ્યએ જીલ્લા પોલીસવડાને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે તાજેતરમાં મોરબી ખાનપર રોડ, મોરબી રાજકોટ રોડ તેમજ મોરબી જેતપર રોડ પર બનેલા અકસ્માતોના બનાવમાં પાંચ જેટલી માનવ જિંદગી હોમાઈ છે જેનું પુનરાવર્તન થતું અટકાવી સકાય આ બાબતે ગંભીરતા દાખવીને સંભવિત અકસ્માતો થતા અટકાવવા ટ્રાફિક પોલીસ વધુ જાગૃત બને તે માટે મોરબી પંથકની પ્રજાના હિતમાં ઉઠેલી લોકલાગણીને જીલ્લા પોલીસવડાએ ધ્યાનમાં લેવી જરૂરી છે

વધુમાં જણાવ્યું છે કે મોરબી રાજપર રોડ પરના ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત મામલે પરિવાર પ્રત્યે દિલસોજી પાઠવીને ભવિષ્યમાં આ રોડ પર આવા બનાવો અટકે તે માટે વહેલી તકે મોરબી-રાજપર-ખાનપર માર્ગને પહોળો કરવો જરૂરી છે જે બાબતે ધારાસભ્યે રાજ્યના માર્ગ અને મકાન મંત્રીને રજુઆતો કરી છે અને વિના વિલંબે રોડ પહોળો કરવામાં આવે તો અકસ્માતો બનતા અટકાવી શકાશે તેમ જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat