Billboard ad 1150*250

મોરબી : નાના કદના સ્ટેમ્પ પેપરોનું વેચાણ ચાલુ રાખવા સીએમને પત્ર

0 100
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        રાજ્ય સરકાર દ્વારા ઈ સ્ટેમ્પ પેપરની શરૂઆત કરીને ફીઝીકલ સ્ટેમ્પ પેપરોનું વેચાણ બંધ કરવા આદેશ થયેલ છે ત્યારે મોરબીના સામાજિક કાર્યકરે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવીને નાના કાળના સ્ટેમ્પ પેપરોનું વેચાણ ચાલુ રાખવા માંગ કરી છે

        મોરબીના સામાજિક કાર્યકર વિવેક મીરાણીએ રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે ફીઝીકલ સ્ટેમ્પ પેપરોનું વેચાણ બંધ કરવા આદેશ થયેલ છે જે સ્ટેમ્પ પેપરના બદલે વહીવટી સુધારણા માટે ઈ સ્ટેમ્પિંગ પદ્ધતિની અમલવારીનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ ફીઝીકલ સ્ટેમ્પ પેપરો ૨૦,૫૦,`૧૦૦,૫૦૦ અને ૧૦૦૦ જે સ્ટેમ્પ પેપરોનું વેચાણ અતિશય હોય જે પારદર્શક રીતે વહીવટી સરળતાથી સ્ટેમ્પ વેન્ડરો પાસેથી મળી સકતા હોય જેથી અરજદારોને પોતાના કામની સરળતા રહે છે પરંતુ જે ફીઝીકલ સ્ટેમ્પ પેપરો તુરંત જ મળી જાય અને ઈ સ્ટેમ્પિંગ અંગે મહત્વની મુશ્કેલી આધુનિકરણ પ્રમાણે કોમ્પ્યુટર તેમજ નેટ ના પગલે મુશ્કેલીઓ સર્જાય છે જેથી ફીઝીકલ સ્ટેમ્પનું વેચાણ ચાલુ રાખવામાં આવે તો વહીવટને સરળતાથી ચલાવી સકાય તેમ છે ઈ સ્ટેમ્પિંગ પદ્ધતિ મોટી રકમના સ્ટેમ્પ પેપરો પર હાલે જે પ્રક્રિયા ચાલુ છે તે પ્રમાણે ચાલુ રાખવામાં આવે તો રાજ્ય સરકારને કે સ્ટેમ્પ વેન્ડરોને તથા અરજદારોને કોઈ મુશ્કેલી નહિ નડે તેમજ સ્ટેમ્પનું રેકર્ડ અને સ્ટોક પણ ચકાસી સકાય છે. માત્ર નાના દરના સ્ટેમ્પ પેપરો બંધ કરવાથી વહીવટી ગુંચવણ ઉભી થાય તેમ છે જેથી નાના કદના સ્ટેમ્પ પેપરનું વેચાણ ચાલુ રાખવાનો આદેશ થાય તેવી જાહેર હિત માટે અને ગુજરાત રાજ્યની પ્રજાના હિત માટે માંગ કરવામાં આવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat