મોરબીમાં આત્મનિર્ભર ભારત માટે સાથે મળીને પરંપરાગત ભારતીય રમકડા બનાવીએ

 

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિતે પરાક્રમ દિવસ અને ૨૬ જાનુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વે આપણે સૌ આત્મનિર્ભર ભારત માટે સાથે મળીને પરંપરાગત ભારતીય રમકડા બનાવીએ.

લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પરંપરાગત ભારતીય રમકડા બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે   સ્પર્ધકો એ કેટેગરી 1 (ધો-KG,1,2,3,4) કેટેગરી 2 (ધો-5, 6,7,8) કેટેગરી 3 (ધો.- 9,10,11,12) કેટેગરી 4 (કૉલેજ નાં વિધાર્થીઓ,શિક્ષક મિત્રો, તજજ્ઞો,તથા વાલીઓ.) બધી જ કેટેગરી નાં સ્પર્ધકોએ આપણી પરંપરાગત માટી, કપડાં, લાકડાં ની કે પ્લાસ્ટીક ની કલાકૃતિઓ (મૂર્તિઓ) રમકડાં  બનાવવાનાં છે.

સ્પર્ધકોએ “ઘરે બેઠાં”   બનાવેલ રમકડાં નો  વિડીયો બનાવી મોકલી આપો. એન્ટ્રી મોકલવા ની છેલ્લી તારીખ 26/1/2022 રાત 9=00 સુધી.દરેક સ્પર્ધકો ને પ્રમાણપત્ર આપવા માં આવશે અને કેટેગરી મુજબ શ્રેષ્ઠ રમકડાં ને સિલ્ડ તથા પ્રમાણપત્ર આપવા માં આવશે.

શ્રેષ્ઠ કલાકૃતિ નાં વિડીયો “આર્યભટ્ટ “લોક વિજ્ઞાન કેન્દ્ર  મોરબી યૂટ્યુબ પર થી જોઈ શકો છો. આ સ્પર્ધા નાં પ્રમાણપત્ર લેવાં આવો ત્યારે તમારી કલાકૃતિ  ને “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક.હાઈસ્કૂલ  રૂમ. નં 202 મોરબી ખાતે  જમાં કરાવો . કલાકૃતિ નો વિડીયો નીચે આપેલ  કોઈપણ  એક  વોટ્સપ નંબર પર મોકલી આપો. .એલ.એમ.ભટ્ટ   98249 12230 / 87801 27202 દિપેનભાઈ ભટ્ટ 97279 86386

Comments
Loading...
WhatsApp chat