Billboard ad 1150*250

વિધાનસભામાં અંદાજપત્રની ચર્ચામાં મોરબી-માળિયાના પ્રશ્નો ઉકેલવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રજૂઆત કરી

0 89
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

ગુજરાત વિધાનસભામાં ચાલુ સત્રમાં અંદાજપત્રની સામાન્ય ચર્ચામાં ભાગ લેતા મોરબી-માળિયા ના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ રાજ્ય સરકારના બજેટના વિવિધ પાસાનું સચોટ વિશ્લેષણ કરી નાયબ મુખ્યમંત્રીને ટકોર કરી હતી કે મોરબી-માળિયાના વર્ષો જૂના પડતર પ્રશ્નો ઉકેલવા ઉદારતાથી વિચાર કરવામાં આવે.

 આ સાથે બ્રિજેશ મેરજા એ શહેરને સ્પર્શતા પ્રશ્નો જેવા કે મોરબીને મેડિકલ કોલેજસરકારી હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની  નિમણૂકસત્તાવાર સમાજના વાડી વિસ્તારમાં વીજ કનેક્શન ના પ્રશ્નો, મોરબીને મહાનગરપાલિકામાં અપગ્રેડેશનમોરબી શહેરની રૂપિયા ૧૧૫ કરોડની ડ્રેનેજ યોજનાને કાર્યવંતી કરવીમાળીયા નગરપાલિકા હેઠળના વાંઢ  વિસ્તારમાં વીજ કનેક્શન આપવામાળીયા થી લાખીસર સરળ રસ્તો બનાવવામાળીયા શહેરના પીવાના પાણી માટે ઓવરહેડ ટેન્ક બનાવવા, મોરબી-માળિયા જૂથ પાણી પુરવઠા યોજનાની જર્જરીત પાઇપો ટેન્કોનું  નવીનીકરણ કરવામોરબીમાં છાશવારે બનતા વિવિધ ગુનાઓ નાથવાકાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિને લીધે શિકાંગોબની ગયેલા મોરબીને સુરક્ષિત કરવાબજેટમાં સમાધાનયોજના અંતર્ગત સિરામિક ઉદ્યોગના આર્થિક વ્યવહારો ઉકેલવામોરબી શહેરની આંગણવાડીઓ માટે મકાનો બાંધવાવિધવા પેન્શન સહાયમાં વધારો કરવા માંગ કરી હતી.

તે ઉપરાંત મચ્છુ ૨ ડેમ આખધારિત મોરબી-માળિયા ના ૫૨  ગામોની સિંચાઈ યોજનાની માંગણી સંતોષવાનવલખી બંદરેથી ઓવરલોડ ટ્રક ડમ્પરોને લીધે થતા માર્ગ અકસ્માતો અટકાવવા, માળીયા તાલુકા મથકની મામલતદાર કચેરી તાલુકા પંચાયત અને અન્ય સરકારી કચેરીઓ માટે તાલુકા સેવાસદનનું બાંધકામમાળીયા ખાતે સરકારી વિશ્રામગૃહની સુવિધાખેડૂતોને ફરજિયાત પાક વીમાના પ્રીમિયમ માંથી બાકાત રાખવા, મોરબી તાલુકાના જેતપુરસોખડાવાઘપરજસમતગઢરાપર અને માળીયા તાલુકાના રોહિશાળા સહિતના ટેઈલના ગામોના ખેડૂતો માટે નર્મદાની પ્રશાખાના કામો પૂર્ણ કરી સિંચાઈની સુવિધા આપવા, જીએસટી ટ્રીબ્યુનલ બનાવી લવાદો ઉકેલવા વગેરે જેવા પ્રશ્નો ઉકેલવા રાજ્ય સરકારને અનુરોધ કર્યો હતો.

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat