મોરબીમાં ડેન્ગ્યુના રોગચાળા સામે આરોગ્ય તંત્રને સાબદું રહેવા ધારાસભ્યની તાકીદ

મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તાવ, ચીકનગુનિયા, વાયરલ ફીવર અને ડેન્ગ્યું જેવા રોગચાળાએ ભરડો લીધો છે ત્યારે મોરબીની સરકારી હોસ્પિટલ તેમજ ગ્રામ્ય સ્તરના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રોગચાળો વકરતો અટકે તે માટે સઘન કામગીરી કરવા ધારાસભ્યએ આરોગ્ય તંત્રને તાકીદ કરી છે

મોરબી-માળિયાના ધારાસભ્યએ રોગચાળાને પગલે આરોગ્ય તંત્રને તાકીદના પગલા ભરવા માટે જણાવ્યું છે અને રોગચાળો અટકાવવા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી તાકીદ કરી છે સાથે જ કલેકટરના અધ્યક્ષસ્થાને રોગી કલ્યાણ સમિતિની મળેલી બેઠકમાં સરકારી હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં ડોકટરો તેમજ મેડીકલ અને પેરા મેડીકલ ખાલી જગ્યાઓ તાકીદે ભરાય તે માટે ચિંતા સેવવામાં આવી હતી કિડનીના દર્દીઓને ડાયાલીસીસ સેન્ટરમાં પડતી મુશ્કેલીઓ નિવારવા, ગાયનેક સારવાર માટે સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની ખાલી જગ્યા ભરવા પર ભાર મુકાયો હતો

તેમજ ટ્રોમાં સેન્ટરના દર્દીઓને ઈમરજન્સીમાં લાભ ના મળતા બાબતે ખેદ વ્યક્ત કરી હોસ્પિટલ અધિક્ષકને ખાસ તાકીદ કરી દર્દીઓને સમયસર અને પુરતી મેડીકલ સારવાર મળી તેમ જણાવ્યું હતું તે ઉપરાંત સરકારી હોસ્પિટલમાંથી દર્દીઓને રાજકોટ ટ્રાન્સફર કરી દેવાની લોક ફરિયાદોનો પડઘો પણ બેઠકમાં જોવા મળ્યો હતો અને સારવાર માટે પુરતી કાળજી લેવાય તે બાબતે સજાગ રહેવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી

Comments
Loading...
WhatsApp chat