મોરબી નજીક દરિયાકાંઠે “રણ સરોવર” ના સાકાર થઇ રહેલા પ્રોજેક્ટને ધારાસભ્યનું સમર્થન

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        સૌરાષ્ટ્રના મોરબી-માળિયા (મી.) દરિયાકાંઠાના કચ્છના નાના રણના ખારા પાણીને મીઠું બનાવવા અંગેનું રણ સરોવરનો એક મહાકાયી પ્રોજેક્ટ જળ સિંચન માટે સતત જાગ્રુત એવા મોરબીના ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલે ઊંડા અભ્યાસના અંતે ઉજાગર કર્યો છે આ પ્રોજેક્ટને કારણે થનારા લાભાલાભથી ગુજરાત અને કેન્દ્ર સરકારને અવગત કરાયા છે જે પ્રોજેક્ટને ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ પણ સમર્થન કર્યું છે

        ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું છે કે ગુજરાતના જાહેર જીવનના દરેક રાજકીય પક્ષના આગેવાનોને જયસુખભાઈ પટેલ દ્વારા ચીવટપૂર્વક રણ સરોવર પ્રોજેક્ટ અંગે વિગતો મોકલીને પ્રોજેક્ટને કાર્યાન્વિત કરવા અનુરોધ કર્યો છે ત્યારે મોરબી-માળિયાના જાગૃત ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પણ પ્રથમથી જ આં રણ સરોવર પ્રોજેક્ટમાં ઊંડો રસ લીધો અને સંબંધિત તંત્રને રજુઆતો કરી એટલું જ નહિ તાજેતરમાં વિધાનસભાના સત્રમાં જળ વિષયક બાબતો પરની ચર્ચામાં રણ સરોવરની આવશ્યકતા અને અનિવાર્યતા ગૃહમાં મુક્યો હતો જયસુખભાઈ પટેલ એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કાર્યાન્વિત થવાથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની જળ વિષયક સમસ્યા નિવારવા આ પ્રોજેક્ટ વરદાનરૂપ સાબિત થનારો છે જેથી આ પ્રોજેક્ટને આવકારી ધારાસભ્યએ સમર્થન આપ્યું છે

જાગૃત લોકપ્રહરી કાન્તીભાઈ ભટ્ટના નિધન પર દુખ વ્યક્ત કર્યું

        સૌરાષ્ટ્રના મહુવા પાસેના ઝાંઝમેર ગમે વિપ્ર પરિવારમાં જન્મેલા કાન્તીભાઈ ભટ્ટ આપબળે આગળ આવીને ઈન્વેસટીગેટીવ જર્નાલીસમ અને કટાર લેખન દ્વારા એક સિદ્ધ હસ્ત કોલમિસ્ટ તરીકે જગ મશહુર થયા હતા તેઓ સંવેદનાની શાહીમાં કલમને ઝબોળીને દિલ રેડીને લેખન પ્રક્રિયામાં ખુદને ખૂપાવીને સાહિત્ય સર્જન કરતા હતા સ્વાસ્થ્ય સંપૂર્ણ સાથ આપતું ના હોવા છતાં તેઓ સ્વસ્થતા ગુમાવ્યા વગર જીવ્યા ત્યાં સુધી લખતા રહ્યા આવા એક દંતકથારૂપ પત્રકાર અને લેખકની ખોટ લાંબા વખત સુધી વણપુરાયેલી રહેશે તેવી કાન્તીભાઈ ભટ્ટને ભાવાંજલિ અર્પીને ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તેમને પારકી છઠીના જાગતલ એક જાગૃત પ્રહરી લેખાવ્યા છે  

Comments
Loading...
WhatsApp chat