


મોરબી તાલુકા- એ ટી વી ટી કાર્યવાહ સમિતિ અંતર્ગત મંજુર થયેલ નરસંગ મંદિરથી રવાપર ગ્રામ પંચાયત કચેરીથી ગંગાદર્શન એપાર્ટમેન્ટ સુધી રુ 10 લાખના ખર્ચે એલ. ઇ. ડી સ્ટ્રીટ લાઇટનુ કામ પુર્ણ થતા સાસંદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું
જે પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, રવિભાઇ સનાવડા, સરપંચ નિતિનભાઇ, નિતેષ બાવરવા, આનંદ અગોલા, નિમેષ વાહનેચીયા, ગોપાલ સોલંકી, જયંતિ ચૌહાણ, લાલજીભાઇ સોલંકી, તરુણ પેથાપરા, સી ડી રબારી ઉપસ્થિત રહ્યા હતા
એટીવીટી સમિતિ દ્વારા થોરાળા-2.00 લાખ, રામગઢ-2.50 લાખ, જીવાપર(ચ) 1-75, લુટાવદર-2.00 લાખ, ખરેડા 2.00 લાખ, વિરપરડા 2.00 લાખ, ઓમનગર 1.50 લાખ સહિત મોરબી તાલુકામા 23.75 લાખના કામ માર્ગ મકાન (વિધૃત) વિભાગના દેખરેખ હેઠળ પુર્ણ કરવામા આવેલ છે

