Billboard ad 1150*250

મોરબીમાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં કેવી અવ્યવસ્થા જોવા મળી, જાણો વિગતે….

0 87
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

દોડવાનો ટ્રેક અયોગ્ય, પાણી-સરબતની વ્યવસ્થા ના કરાઈ

Post ad 2

        રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું દર વર્ષની જેમ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં હાલ તાલુકા કક્ષાએ સ્પર્ધાઓ યોજાઈ રહી છે જોકે મોરબી તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં આજે અવ્યવસ્થાઓની ભરમારને પગલે ખેલાડીઓમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો

        મોરબીના નવા સાદુળકા નજીક આવેલ સર્વોપરી સ્કૂલમાં આજે તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને તાલુકા કક્ષાના રમતોત્સવમાં ભાગ લેવા માટે ૧૦૦૦ થી વધુ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા જોકે સ્પર્ધામાં ભાગ લેવા આવેલ સ્પર્ધકો પાસેથી મળતી માહિતી મુજબ દોડવા માટે જે ટ્રેક બનાવ્યો હતો તે ટ્રેક યોગ્ય ના હતો વળી કેટલી જગ્યાએ ખાડા હોવાથી દોડવીરો મુશ્કેલીમાં મુકાયા હતા તે ઉપરાંત દોડવીરો માટે પાણી અને સરબતની વ્યવસ્થા કરવી જરૂરી હતી જે અહી જોવા જમળી ના હોવાના આક્ષેપો સ્પર્ધકો દ્વારા કરવામાં આવ્યા હતા

તે ઉપરાંત ટાઈમ મેનેજમેન્ટમાં પણ ખામીઓ જોવા મળી હતી લોંગ રનીંગ સ્પર્ધાઓ સવારે વહેલી યોજવી જોઈએ તેના બદલે નાની દોડની સ્પર્ધાઓ સવારે યોજી લોંગ રનીંગ સ્પર્ધાનો વારો આવતા બપોર થઇ હતી જેથી તડકા તેમજ પાણી સરબતની વ્યવસ્થા ના હોવાથી સ્પર્ધકોની સ્ટેમિના પર અસર પહોંચી હતી આટલી અવ્યવસ્થા ઓછી હોય તેમ વિજેતાઓને સર્ટીફીકેટ પણ એનાયત કરવામાં આવ્યા ના હતા જે અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત વર્ષે સ્થળ પર જ સ્પર્ધકોને સર્ટીફીકેટ એનાયત કરાયા હતા જોકે આ વેળાએ વિજેતાઓને સર્ટીફીકેટ મળ્યા ના હતા જેથી રોષ અને ગુસ્સો જોવા મળ્યો હતો

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat