Billboard ad 1150*250 Billboard ad 1150*250

હિટ એન્ડ રનની ઘટનામાં બે પદયાત્રીઓના મોત ક્યાં થયા જાણો અહીં

વાકાનેર નજીક રાત્રીના સમયે અજાણ્યા ટ્રક ચાલકે કચ્છથી ચોટીલા ચાલીને જતા પદયાત્રીઓને હડફેટે લેતા ૨ ના મોત થયા હતા જયારે એક ને ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો

બનાવની મળતી વિગત મુજબ કચ્છ ના ભુજ તાલુકાના જવાહરનગર માંથી ચાર મહિલા અને ચાર પુરુષો આમ કુલ આઠ પદયાત્રીઓને ચોટીલા જવા માટે ગત રવિવારે નીકળ્યા હતા ત્યારે આ પદયાત્રીઓ વાંકાનેરના જોધપર ગામ પાસેના કમલેશ્વર મહાદેવ મંદિર પાસે પહોંચ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે ૩ મહિલા પદયાત્રીઓ ને હડફેટે લેતા જેમાં રાજીબેન શામજીભાઈ આહિર ( ઉ.વ.૬૦ ) રાજીબેન ભીમાભાઈ આહીર ( ઉ.વ.૪૫ ) બને મહિલાઓના ઘટના સ્થળે મોત નિપજયા હતા જયારે મેધીબેન ભગુભાઈ આહીર ને ગભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં તેને વાકાનેર તાલુકા પોલીસના પી.એસ.આઈ ગોસાઈ દોડી ગયા હતા

વધુમાં મળતી વિગત મુજબ ઘટના બાદ અજાણ્યા ટ્રક ચાલક વાહન લઇને નાસી ગયો હતો પોલીસ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે આની વધુ તપાસ પી.એસ.આઈ જી.આર. ગઢવી ચલાવી રહ્યા છે

પદયાત્રીઓ ના મોત થતા ધર્મપ્રેમીમાં લોકો શોકની લાગણી વ્યાપી છે અને કચ્છ થી મૃતક ના પરિવાર દોડી આવ્યા હતા

Comments
Loading...
WhatsApp chat