પી.જી.પટેલ કોલેજ અને લીઓ ક્લબઓ સહિતના અગ્રણીઓએ વીર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી

દેશના વીર જવાનો ભારત માતાની રક્ષા માટે દેશની સરહદની રક્ષા કરે છે ત્યારે સૌ દેશવાસીઓ દરેક દિવસ શાંતિ પૂર્ણ રીતે જીવી શકે છે અને દરેક તહેવારની મન મુકીને ઉજવણી કરી શકે છે ત્યારે મોરબીની અગ્રણી સંસ્થાઓ અને ઉધોગપતિઓ સહીત વિધાર્થીઓએ કચ્છની બોર્ડર પરના વીર જવાનોને શુદ્ધ ઘીના અડદિયા અને નમકીનના ફૂડ પેકેટ વિતરણ કરી દિવાળીની ઉજવણી કરી હતી.

મોરબીની અગ્રણી પી.જી. પટેલ કોલેજ અને લીઓ કલબ, ઉધોગપતિઓ અને વિધાર્થીઓએ  સહિત ૩૩ વ્યક્તિઓએ કચ્છની બોર્ડર પર જઈને વીર જવાનોને શુદ્ધ ઘી ના ૧૦૦૦ કિલો અડદિયા અને ૨૫૦ કિલો નમકીનના ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું.પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરતા જવાનો સાથે  દિવાળીની ઉજવણી કરીને વીર જવાનોને અનેરી ભેટ આપી મોરબીવાસીઓએ અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ અનેરા કાર્યમાં સહભાગી થયેલ પી.જી.પટેલ કોલેજના વિધાર્થીઓ, ઉધોગપતિઓ, ક્લબના સભ્યો અને મિત્રો સહિતના ૩૩ વ્યક્તિઓનો કોલેજના આચાર્ય રવીન્દ્ર ભટ્ટે આભાર માન્યો હતો.

 

Comments
Loading...
WhatsApp chat