Billboard ad 1150*250 Billboard ad 1150*250

એલ.સી.બી. ટીમે દેશી પિસ્તોલ સાથે એક ને ઝડપયો

મોરબીના સામાંકાઠે વિસ્તારમાં થી એલ.સી.બી એ નવા વઘાસિયા ગામના શખ્સને દેશી પિસ્તોલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે

જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ની સૂચનાથી જિલ્લામાંથી ગુનાખોરી ઘટાડો કરવા એલ.સી.બી ના ઇન્ચાર્જ પી.આઈ. આર.ટી. વ્યાસ માર્ગદર્શન હેઠળ એલ.સી.બીના જયવંતસિંહ ગોહીલને મળેલ હકિકત આધારે મોરબી ગેંડા સર્કલ નજીક વાંકાનેર જવાના બસસ્ટેન્ડ પાસેથી આરોપી જાલાભાઇ છેલાભાઇ બાંભવા જાતે ભરવાડ ઉ.વ.૩૩ રહે. નવા વઘાસીયા તા.વાંકાનેર વાળાને દેશી બનાવટની પિસ્તોલ કીમત રૂ૧૦,૦૦૦ તથા એક કાર્ટીસ કીમત રૂ .૧૦૦ મળી કુલ મુદામાલ કીમત રૂ.૧૦૧૦૦ સાથે પકડી પાડી મોરબી સીટી બી ડીવીઝનમાં ગુનો રજીસ્ટર કરાયેલ છે.

Comments
Loading...
WhatsApp chat