Billboard ad 1150*250 Billboard ad 1150*250

એલસીબી ટીમે લૂંટના આરોપીને દબોચી લીધો, જાણો ક્યાં ક્યાં કરી હતી લૂંટ ?

અન્ય બે આરોપીના નામો ખુલતા તે દિશામાં તપાસ

વાંકાનેર નજીક છરી બતાવી લૂંટ ચલાવવામાં આવી હોય જે લૂંટના આરોપીને ઝડપી લેવાની કવાયતમાં એલસીબી ટીમને સફળતા સાપડી છે અને આરોપીને દબોચી લઈને કુલ ત્રણ લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલી મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આગમન હોટલ નજીક છરી બતાવી ફરિયાદીના ખિસ્સામાંથી રોકડ ૧૫૦૦૦ અને તેની સાથે રહેલા અન્ય વ્યક્તિ પાસેથી મોબાઈલ ફોનની લૂંટ ચલાવવામાં આવી હોય જે લૂંટના આરોપીને ઝડપી લેવા જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એલસીબી પીઆઈ આર.ટી.વ્યાસ અને વાંકાનેર તાલુકા પીએસઆઈ જી.આર. ગઢવીની ટીમે ચલાવેલી તપાસમાં આરોપી ઘોઘો ઉર્ફે સુરેશ તેજાભાઈ કરશનભાઈ પરમાર રહે. મોરબી આદર્શ હોટલ બાજુમાં વાળાને ઝડપી લઈને લૂંટમાં ગયેલ મોબાઈલ નંગ ૧ અને અન્ય લૂંટનો મુદામાલ મળીને ૬૫૦૦ નો મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે

તેમજ ઝડપાયેલા આરોપીએ વાંકાનેર ઉપરાંત રફાળેશ્વર અને લાલપર નજીક બે લૂંટને અંજામ આપ્યાની કબુલાત આપી છે અને અન્ય આરોપી વિજય જેસિંગ ચૌહાણ રહે. રાજકોટ અને સોયલો ઉર્ફે સોહિલ મુસલમાન રહે. રાજકોટ વાળાના નામો ખુલતા તેણે ઝડપી લેવા કવાયત આદરી છે અને ત્રણ લૂંટના ગુન્હાના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

Comments
Loading...
WhatsApp chat