અપહરણના ગુન્હામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને એલસીબીએ ઝડપ્યો

હળવદ પંથકમાં અપહરણના ગુન્હામાં એક શખ્શ બે વર્ષથી ફરાર હોય જેને એલસીબી ટીમે ઝડપી લઈને હળવદ પોલીસને સોપ્યો હતો.

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.ટી વ્યાસની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા પેરોલ ફલો સ્કવોડ સક્રિય હોય જેમાં બાતમીને આધારે મોરબી વાંકાનેર નર્સરી સામે થાનગઢ તરફ જવાના રસ્તે આરોપી મિથુન ધનજી દેવીપૂજક (ઉ.વ.૨૦) રહે. મૂળ સાપકડા તા. હળવદ હાલ થાનગઢ જી. સુરેન્દ્રનગર વાળો આરોપી હળવદ પોલીસ મથકમાં અપહરણના ગુન્હામાં બે વર્ષથી નાસતો ફરતો હોય જેને ઝડપી લઈને હળવદ પોલીસને સોપવામાં આવ્યો છે.

Comments
Loading...
WhatsApp chat