મોરબી lcb રૂપિયા ૯ લાખથી વધુનો દારૂનો જથ્થો ક્યાંથી જડ્પ્યો જાણો અહી ?

હરીયાણાથી મોરબી તરફ આવતો હતો દારૂ

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એલસીબી ટીમના ઇન્ચાર્જ પી.આઈ.ભરતસિંહ પરમારની ટીમ આજે રફાળેશ્વર મંદિર નજીક વોચમાં હોય ત્યારે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે તરફથી હકીકત મુજબનો એક આઈશર ટેમ્પો નં એચઆર ૩૯ ડી ૭૨૮૨ આવતા તેને રોકી ચાલકનું નામ પૂછતાં મહેન્દ્રસિંગ સ્વરાજ્સિંગ બિશ્નોઈ (ઉ.વ.૩૦) રહે. તલાવડા તા. ઈશ્હાર (હરિયાણા) વાળો હોવાનું જણાવ્યું હતું અને ટેમ્પોની તાલપત્રી ખોલી ટેમ્પાની તલાશી લેતા સફેદ કલરના પ્લાસ્ટિકના પેકિંગમાં સુતરના દોરા ભરેલા જોવા મળ્યા હતા જે દોરના પેકિંગ નીચે ઉતારી નીચેના ભાગે ભારતીય બનાવટના પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂ બોક્સ નંગ ૫૬ નંગ ૧૨૪૮ કીમત રૂપિયા ૩,૭૪,૪૦૦, બોક્સ નંગ ૧૦૦ બોટલ નંગ ૧૨૦૦ કીમત રૂપિયા ૩,૬૦,૦૦૦ અને બોક્સ નંગ ૫૬ બોટલ નંગ ૬૭૨ કીમત રૂપિયા ૨,૦૧,૬૦૦ તેમજ આઈશર ટેમ્પો કીમત રૂપિયા ૧૦ લાખ મળીને કુલ ૧૯,૩૬,૦૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વિદેશી દારૂનો જંગી જથ્થો કોની પાસેથી મેળવ્યો તેમજ કોને ડીલીવરી કરવા જતો હતો તે દિશામાં એલસીબી ટીમે તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat