



૭૨ માં સ્વાતંત્ર્ય પર્વના પ્રસંગે ઠેર ઠેર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીની કોર્ટમાં ડીસ્ટ્રીકટ જજ રીઝવાનાબેન ઘોઘારીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોરબી જીલ્લા કોર્ટ દ્વારા વકીલો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
જીલ્લા કોર્ટ દ્વારા સંગીત ખુરશી, લીંબુ ચમચી જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં બાર એસોના અગ્રણીઓ તેમજ વકીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિજેતા સ્પર્ધકોને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ડીસ્ટ્રીકટ જજ રીઝવાનાબેન ઘોઘારી, બાર એસો પ્રમુખ જીતુભા જાડેજા, સેક્રેટરી મનીષભાઈ જોષી સહિતના હોદેદારો તેમજ તમામ વકીલો ઉપસ્થિત રહ્યા હતા



