લો સેમેસ્ટર-૨ ના પરિણામ જાહેર, જીલ્લામાં વિધાર્થીનીઓ અગ્રેસર

તાજેતરમાં લો સેમેસ્ટર-૨ ની પરિક્ષાના પરિણામ જાહેર થતા મોરબી જીલ્લામાં ફરી એક વખત વિદ્યાર્થીનીઓ ઉત્કૃષ્ઠ પરિણામ સાથે મેદાન માર્યું છે.જેમા ગઈકાલે એલએલબી સેમેસ્ટર 3 ન પરિણામ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા જાહેર કરવા માં આવ્યુ હતુ. જેમા મોરબી નવયુગ લૉ કોલેજના વિદ્યાર્થીઓ મોખરે રહ્યા છે.

પ્રથમ,દ્વિતીય અને તૃત્તિય નંબર વિદ્યાર્થીનીઓ એ મેદાન માર્યુ છે જેમા નવયુગ કોલેજ ની વિદ્યાર્થીની મોનીકા આર.ગોલતરે 73 ટકા માર્કસ સાથે જીલ્લા માં પ્રથમ નંબરે આવી ભરવાડ  સમાજ નુ અને કોલેજ નુ નામ ઉચુ કર્યુ છે જ્યારે દ્વિતીય નંબર પર નિરાલી એમ.ભાડજા 70 ટકા માર્કસ સાથે અને તૃત્તિય નંબર ધારા વી.કુંડારીયા અને મેઘના કે.ડાંગર એ 69 ટકા માર્કસ સાથે જહળતુ પરિણામ લાવી અને છોકરીઓ પણ છોકરા કરતા કમ નથી હોતી એ જણાવી દિધુ છે

મોરબી જીલ્લા માં પ્રથમ નંબરે આવનાર ભરવાડ સમાજની દિકરી મોનીકાબેનએ જણાવ્યું હતું કે ઈશ્વરે છોકરાઓ અને છોકરીઓ ને સરખી જ શક્તિ આપી હોય છે પરંતુ છતા છોકરીઓ ને છોકરાઓ કરતા પછાત ગણવામાં આવે છે પરંતુ જો તમામ માતા પિતા તેની વ્હાલસોઈ દિકરીઓ ને સાથ આપે તો એ પણ ધારાશાસ્ત્રી જ નહી કલાસવન ઓફીસર બની શકે છે જેનાથી વધુ ગૌરવપુર્ણ વાત તેના માતા પિતા માટે બીજી કોઈ ન હોય એવુ જણાવી પોતાને પ્રથમ નંબરે આવવા નો શ્રેય તેના માતા પિતા અને પરિવાર ને આપ્યો હતો અને વધુ માં જણાવ્યુ હતુ કે જો છોકરીઓ પણ પોતાના માતા પિતાના સ્વપ્નો ને ધ્યાન માં રાખી ચાલે તો એ જરૂર સફળતા ના શિખરો સર કરી મહાન સિધ્ધી પ્રાપ્ત કરી શકે છે.

Comments
Loading...
WhatsApp chat