



મોરબીમાં તાલુકા તથા સીટી પોલીસ લાઈન ખાતે નવનિર્મિત પોલીસ આવસોના તથા મહિલા પોલીસ સ્ટેશનનું આજ રોજ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિ કરણ કાર્યકમ ચલાવે છે જેથી મહિલા પોલીસ સ્ટેશન ચાલુ થવાથી મહિલાઓને પોલીસ કાર્યવાહી સમયે ખુબ ઉપયોગી થશે તેમજ આજ રોજ મોરબીમાં પોલીસના નવા ૧૮૨ પોલીસ આવાસનું રાજ્યના પંચાયત અને ગ્રામ વિકાસ મંત્રી જયંતીભાઈ કવાડિયા હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક ડી.એન.પટેલ,મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ,મોરબી વિભાગ નાયબ પોલીસ અધિક્ષક જે.એચ.ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.

