મોરબીમાં નવયુગ ગ્રુપ દ્વારા કેરિયર એકેડમી ઓફિસનો શુભારંભ

મોરબીની નવયુગ શૈક્ષણિક સંસ્થા દ્વારા આજે ગણેશ ચતુર્થીના દિવસે મોરબીના વિદ્યાર્થીઓના લાભાર્થે કેરિયર એકેડમી ઓફિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને એકેડમીમાં વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવશે

નવયુગ શૈક્ષણિક સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતરથી લઈને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અને ઓપન સ્કૂલ માટે કોઈ સુવિધા નથી ત્યારે નવયુગ ગ્રુપ દ્વારા કેરિયર એકેડમી શરુ કરવામાં આવી છે જેની ઓફિસનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને દિવાળી બાદ લાભ પાંચમથી તમામ કોર્સ શરુ કરવામાં આવશે તેવી માહિતી નવયુગ ગ્રુપના પી.ડી. કાંજીયા પાસેથી પ્રાપ્ત થઇ છે

નવયુગ કિડ્સ સ્કૂલ, નવયુગ સ્કીલ અને નવયુગ કેરિયર એકેડમીમાં બાળકોથી લઈને વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ, પર્સનાલીટી ડેવલપમેન્ટ, ફેશન ડીઝાઈનીંગ, ઇન્ટીરીયર ડીઝાઈનીનીગ સહિતના કોર્ષ અને ઈમ્પોર્ટ એક્સપોર્ટ તેમજ સિરામિક ડીઝાઈનીંગ સહિતના પ્રોફેશનલ કોર્ષ શરુ કરવાનું પણ આયોજન કર્યું હોવાનું જણાવી રહયા છે

Comments
Loading...
WhatsApp chat