

મોરબી મ્યુનીસીપલ એમ્પ્લોયઝ યુનિયન અને ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા આજે સ્વ. નરેન્દ્રસિંહ જાડેજાને શ્રદ્ધાંજલી અર્પણ કરવા શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી
ગુજરાત રાજ્ય પાલિકા કર્મચારી મહામંડળના પ્રદેશ ઉપપ્રમુખ અને મોરબી પાલિકાના ટેક્ષ સુપ્રી, નરેન્દ્રસિંહ જાડેજાનું ગત તા. ૦૧ ના રોજ અવસાન થયું હોય જેને શ્રદ્ધાસુમન અર્પણ કરવા આજે પાલિકાના સભાખંડમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી જેમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલા, પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા અને ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા તેમજ મોટી સંખ્યામાં પાલિકાના કર્મચારીઓ જોડાયા હતા સૌ કોઈએ ભીની આંખોથી સ્વ. નરેન્દ્રસિંહ જાડેજાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા