

શહેરના શ્રી જલારામ સેવા મંડળ- શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકાર ની માનવસેવા કોઈ પણ જાત ના નાત જાત ના ભેદભાવ વિના પ્રદાન કરવા મા આવે છે. તેમા ની એક સેવા છે બીનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર. જલારામ સેવા મંડળ રઘુવીર સેના ના આગેવાનો દ્વારા બે બીનવારસી મૃતદેહો ના લીલાપર રોડ સ્થિત વિદ્યુત સ્મશાન ખાતે હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ અંતિમ સંસ્કાર કરવા મા આવ્યા હતા. આ ભગીરથ કાર્ય મા ગીરીશ ભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, વિપુલ પંડીત સહીત ના આગેવાનો જોડાયા હતા.