માળિયાની દેવ સોલ્ટ પ્રા,લી.ને સફળ બીઝનેસ માટે “બીઝનેસ એવોર્ડ-૨૦૧૭”એનાયત કરાયો


ગત તા.૧૦ ને રવિવારના રોજ અખિલ રાજપુત યુવા સંધ આયોજિત રાજપુત મેરીટ એવોર્ડ સમારોહના આયોજનમાં સમગ્ર ગુજરાતમાંથી રાજપુત સમાજના અગ્રણીઓ,ઉધોગકારો અને ઉચ્ચ હોદા પર બિરાજમાન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજપુત સમાજને શિક્ષિત કરવા માટેના ઉદેશથી કામ કરી રહેલ સંધ દર વર્ષે વિવિધ ક્ષેત્રમાં ખુબ સારા પરિણામ મેળવનાર વિધાર્થીઓ તેમજ વિશિષ્ટ સેવા માટે અવ્વલ રહેતા રાજપુત પરિવારના બહેન દીકરીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.સમાજના તેજસ્વી તારલા એવા સત્યજીતસિંહ જાડેજા કે જેઓને વિધાર્થી કાળ દરમિયાન ૩૨ એવોર્ડ મેળવેલ છે તેમનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.શક્તિ મેડીકલ ગ્રુપ મેધરાજસિંહના પુત્ર યશરાજસિંહ તથા તેમના પુત્રવધુ શ્રીબા યશરાજસિંહ ઝાલાનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ આ પ્રસંગે દેવ સોલ્ટ પ્રા.લી.ના ચેરમેન ડી.એસ.ઝાલાનું પણ તેમના દ્વારા તેમની કારકિર્દી,બિઝનેસમાં સફળતા,વિવિધ હોદા શીભાવતા તથા ધંધાકીય દુરંદેશી અને મોરબી-માળિયા વિસ્તારમાં સેવા કાર્યોની સરાહના બદલ “બીઝનેસ એવોર્ડ-૨૦૧૭”અર્પણ કરવામાં આવ્યો હતો.તેમજ ડી.એસ.ઝાલાના હસ્તે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સમાજના વિવિધ ક્ષેત્રના હોદેદારો દ્વારા તેમના કાર્યની સરાહના કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મોરબીના ટ્રસ્ટી અમતુભા જાડેજા અધ્યક્ષ હજાર રહ્યા હતા.તે ઉપરાંત ડૉ.મહેન્દ્રસિંહ ચૌહાણ,ડૉ.ચંદ્રસિંહ જાડેજા,ડૉ.જયેન્દ્રસિંહ જાડેજા,વિશુભા ઝાલા,પી.ટી.જાડેજા,હનુમંતસિંહ જાડેજા,દીપકસિંહ ઝાલા,મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા,દશરથબા પરમાર,કિશોરસિંહ ચાવડા,રજુભા બોડાણા,ડી.એસ. ઝાલા,જયુભા જાડેજા,દિલુભા જાડેજા,જયવંતસિંહ જાડેજા,મહાવીરસિંહ જાડેજા અને પ્રમોદ્સિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જીલ્લાના પ્રમુખ નીરુભા ઝાલા,મહામંત્રી જયેન્દ્રસિંહ જાડેજા,મહાવીરસિંહ જાડેજા,ડૉ.ભરતસિંહ ઝાલા,કિશોરસિંહ જાડેજા,રાજવીરસિંહએ જહેમત ઉઠાવી હતી.