વાંકાનેર યાર્ડમાં જગ્યાના અભાવે જીરૂ, કપાસ અને ઘઉં સિવાયની કૃષિ જણસોની ઉતરાઈ બંધ

 

હવામાન વિભાગની કમોસમી વરસાદની તા. ૧૬ માર્ચથી તા. ૧૮ માર્ચ સુધીની આગાહી હોવાથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા વાહનમાં તાલપત્રી ઢાંકીને લાવવા જણાવવામાં આવ્યું છે

તે ઉપરાંત વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે તા. ૧૫ માર્ચથી તા. ૧૭ માર્ચ સુધી સાંજના ૧૦ થી શેડમાં જગ્યા થશે ત્યારથી ઉતરાઈ ચાલુ કરવામાં આવશે જેમાં શેડ ૫ અને ૬ માં જીરૂ, શેડ ૩ અને ૪ માં કપાસ અને શેડ ૧ અને ૨ માં ઘઉંની ઉતરાઈ કરવા દેવામાં આવશે તેમજ જીરૂ, કપાસ અને ઘઉં સિવાયની તમામ જણસોની ઉતરાઈ જગ્યા ના હોવાને કારણે સદંતર બંધ કરવામાં આવી છે શેડમાં જગ્યા નહિ હોય તો ખેડૂતોએ પોતાનું વાહન તાલપત્રી ઢાંકીને ઉભું રાખવાનું રહેશે તેમજ વેપારીઓએ પોતાનો માલ ખુલ્લામાં પડ્યો હોય તેઓએ ગોડાઉનમાં વ્યવસ્થા કરી લેવા અખબારી યાદીમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat