ટંકારાના લજાઈ ગામે યોજાયો શાળા પ્રવેશોત્સવ

આજ રોજ શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ છે.ટંકારા તાલુકાના લજાઈ ગામે પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ટંકારાના ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા,મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા,મોરબી જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ,કીર્તીબાપુ,પ્રભુભાઈ પનારા,પ્રભુભાઈ ભૂત,જતીન વામજા અને સરપંચ સહીત ઉપસરપંચ ઉપસ્થિત રહ્યા હતા.શાળા પ્રવેશોત્સવ દરમિયાન શાળાના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરવમાં આવ્યું હતું.તેમજ અંતે શાળાના બાળકો સાથે મળીને વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું પરંતુ વ્રુક્ષો વાવી એટલું જ મહત્વનું નથી તેનાથી વધારે વ્રુક્ષોનુ જતન કરવું ખુબ મહત્વનું છે તેથી વ્રુક્ષોનુ જતન થાય તેવી પણ માંગ કરવામાં આવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat