ઓદ્યોગિક નગરી મોરબીને મળી લેબર કોર્ટની સુવિધા, સોમવારે શુભારંભ



મોરબી જીલ્લા મથક બન્યા બાદ તેમજ મોરબી ઓદ્યોગિક નગરી હોય જેથી લેબર કોર્ટની ઘણી જ જરૂરિયાત રહેતી હોવાથી આ અંગેની રજુઆતોને ધ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોરબી જીલ્લાની લેબર કોર્ટને મંજુરી આપેલ છે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા મંજુરી મળી જતા તા. ૧૬ ને સોમવારે મોરબીમાં લેબર કોર્ટની શરૂઆત કરવામાં આવશે જે અંગેની તમામ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે હાલ લેબર કોર્ટ મહિનાના ત્રીજા અઠવાડિયામાં મોરબી ન્યાય મંદિર કોર્ટ બિલ્ડીંગ ખાતે કાર્યરત રહેશે
જે અંગે મોરબીના એડવોકેટ યોગેશભાઈ રાઠોડ તેમજ મોરબી બાર એસોસીએશનના પ્રમુખ જીતુભાઈ જાડેજા, ઉપપ્રમુખ મનીષભાઈ જોષી, સેક્રેટરી બાબુલાલ હડીયલ, જોઈન્ટ સેક્રેટરી કાસમભાઈ ભોરિયા તેમજ કારોબારી સભ્ય કેતન ટીડાણી, મહાવીરસિંહ જાડેજા, ઉદયરાજસિંહ જાડેજા તેમજ મોરબી બારના વકીલો તેમજ મોરબીથી લેબર કોર્ટની પ્રેકટીશ કરતા એડવોકેટ તેમજ મોરબીના ડીસ્ટ્રીકટ જજ રીઝવાના ઘોઘારી અને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ કોર્ટના ચેરમેન એસ. આઈ. ટીંબલીયા જહેમત ઉઠાવી રહ્યા છે મોરબી મુકામે લેબર કોર્ટની શરૂઆત થતા પક્ષકારોને આર્થિક તેમજ સમયનો બચાવ થશે.

