વાંકાનેર નજીક કારખાનાના શેડ પરથી શ્રમિક નીચે પટકાયો

અન્ય બનાવમાં પાણીની કુંડીમાં ગૂંગળાઈ જતા મોત

        મોરબી જીલ્લામાં અનેક ઓદ્યોગિક એકમો વિકસેલા છે જોકે સિરામિક, પેપરમિલ સહિતના એકમોમાં છાશવારે અકસ્માતો સર્જાતા હોય છે જેમાં તાજેતરમાં વાંકાનેર નજીકની બે ફેક્ટરીમાં અકસ્માતે બે શ્રમિકોના મોત થયા છે    

        વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલી સેન્ટો પેપરમિલમાં કામ કરતા ખોડાભાઈ ચંદુભાઈ (ઉ.વ.૪૦) રહે વિદ્યુતનગર વાડી વિસ્તાર મોરબી વાળા ગઈકાલે સાંજે કારખાનાના શેડ પરથી નીચે ઉતરતા પડી જતા તેનું મોત નીપજ્યું છે

જયારે અકસ્માત મૃત્યુના બીજા બનાવમાં વાંકાનેરના ઢુવા ચોકડી નજીક માટેલ ગામ પાસેના સનરાજ મિનરલ કારખાનામાં કામ કરતા પંકજકુમાર વીરસિંગ બોળીયા આદિવાસી (ઉ.વ.૩૦) વાળા કારખાનામાં કામ કરતો હતો ત્યારે પાણીની કુંડી સાફ કરતી વેળાએ ગૂંગળાઈ જતા તેનું મોત નીપજ્યું છે

વાંકાનેર તાલુકા પોલીસે બંને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat