હળવદ પાસે અકસ્માતમાં કચ્છના પોલીસ કર્મીનું મોત

હળવદના કોયાબા નજીક ગત સાંજના બોલેરો અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતા ગમ્ખવાર અકસ્માત થયો હતો.જેમાં હળવદના ઢવાણાના રહેવાસી તથા કચ્છ ફરજ બજાવતા મેહુલસિંહ બળવંતસિંહ ઝાલા (ઉ.૨૭)ને ગંભીર ઈજાઓ પહોચતા બોલેરો ચાલકે તેને હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી પરંતુ મેહુલસિંહને સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ નીપજ્યું હતું.દિવાળીના પર્વ પર જ પોલીસ કર્મીનું મૃત્યુ નીપજતા પરિવારજનો અને પોલીસ બેડામાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.આ અંગે વધુ તપાસ હળવદ પોલીસ મથકના મનુભાઈ ડાંગર ચલાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat