કચ્છ લોકસભા પરિવાર આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં છઠ્ઠા દિવસે ક્રિકેટના રસપ્રદ મુકાબલા જોવા મળ્યા

 

 

કચ્છ લોકસભા પરિવાર દ્વારા આઝાદીના અમૃતકાલ અંતર્ગત કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સાંસદ વિનોદભાઇ ચાવડા અને સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના સૌજન્યથી તારીખ 18/1/2023 થી શરૂ થયેલ છે, કચ્છના ક્રિકેટ ઇતિહાસ માં સંળગ ૪૫ દિવસ ચાલનારી ટુર્નામેન્ટ માં કચ્છ – મોરબી ની 138 ટીમો ભાગ લેશે જે સૌથી મોટી ટુર્નામેન્ટ છે

જેમાં  તારીખ 23/1/2023 ના પ્રથમ મેચ અંજાર મોર્નિંગ વિનર અને બીજી મેચમાં માધાપર લાયન્સ ને બાય મળ્યો અને ત્રીજી મેચ દોસ્તી ઇલેવન સામે એસ.આર ઇલેવન ભુજ ની  ટીમ વિજેતા થઈ હતી. ક્રિકેટ મેચ ટુર્નામમેન્ટ દરમ્યાન સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ, અને ડો. મુકેશભાઇ ચંદે હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

ખુબજ ઉત્સાહ પૂર્વક ત્રણે મેચો ક્રિકેટ રસીયાની ઉપસ્થિતિ વચ્ચે પૂર્ણ થઈ હતી.

Comments
Loading...
WhatsApp chat