



મહેસાણા જીલ્લામાં પોલીસ કસ્ટડીમાં થયેલ પાટીદાર યુવકના મૃત્યુ બાદ સમગ્ર મહેસાણા જીલ્લામાં ભારેલા અગ્નિ જેવો માહોલ જોવા મળ્યો છે.આ બનાવના પગલે પાટીદારોનો રોષ ફાટી નીકળ્યો છે અને મૃતક યુવકને ન્યાય મળે તે માટે હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે.મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા આવતીકાલે કલેકટર કચેરી ખાતે ધરણા તથા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.જેમાં મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા,જીલ્લા પંચાયત પ્રમુખ સોનલબેન જાકાસણીયા,યુવા કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા,જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ક્રિષ્નાબેન પટેલ,S.C. સેલ પ્રમુખ બળવંતભાઈ વોરા,સેવાદળ પ્રમુખ કિશોરભાઈ ભીમાણી,I.T. સેલ પ્રમુખ પારસભાઈ ધકાણ,લધુમતી સેલ પ્રમુખ હુસેનભાઈ ભોરણીયા,N.S.U.I. પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા,બક્ષીપંચ સેલ પ્રમુખ સવજીભાઈ ઉપસ્થિત રહી સરકાર સામે વિરોધ દર્શાવશે.

