



ચુંવાલિયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ મોરબી દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારંભ નું આયોજન તા. ૧૫-૧૦-૧૭ ને રવિવારના રોજ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી સમાજના દરેક વિદ્યાર્થીઓને ફોર્મ મેળવીને માર્કશીટની ઝેરોક્ષ સાથે તા. ૦૫-૧૦ સુધીમાં પહોંચતી કરવા જણાવ્યું છે. માર્કશીટની ઝેરોક્ષ આપવા માટે અજયભાઈ ઝીન્ઝુંવાડિયા, રામનાથ મહાદેવ મંદિર પાસે, લીલાપર રોડ, કેશવજીભાઇ ઝીન્ઝુંવાડિયા, વિસીપરા, મયુરભાઈ સાંતલપરા, ખોડીયાર સોસાયટી મહેન્દ્રનગર, તુલશીભાઈ પાટડિયા, ત્રાજપર નો સંપર્ક કરવા તેમજ વધુ માહિતી માટે જગદીશભાઈ બાંભણીયા અને દિનેશભાઈ સાંથલિયાનો સંપર્ક કરવા જણાવ્યું છે.

