


મોરબી પંથકમાં એક પરિણીતા ગુમ થયા અંગે પરિવારે ગુમસુદા અંગે પોલીસ મથકમાં નોંધ કરાવી છે. મોરબીની મુસ્લિમ પરિણીતા ગઈકાલે રાત્રીથી ગુમ થઇ હોય જેની શોધખોળ ચલાવ્યા છતાં પત્તો નહિ લાગતા પરિવારે બી ડીવીઝન પોલીસમાં ગુમસુદા નોંધ કરાવી છે.
મોરબીના રણછોડનગર વિસ્તારની રહેવાસી પરિણીતા ગુમ થતા પરિવારે પોલીસમાં ગુમસુદા નોંધ કરાવી છે. રણછોડનગરના સાંઈબાબા મંદિર નજીક રહેતા આમનાબેન ફિરોઝભાઈ સુમરા (ઉ.વ.૨૭) નામની પરિણીતા તા. ૧૪ ના રોજ કોઈ કારણોસર ગુમ થઇ હોય જે મામલે બી ડીવીઝન પોલીસે ગુમસુદા નોંધ કરી પરિણીતાને શોધવા તપાસ ચલાવી છે.

