જાણો પરિવાર લગ્નમાં બહારગામ ગયા બાદ પાછળથી શું થયું ?

 

મોરબીના મકનસર ગામમાં મકાનના તાળા તોડી તસ્કરો રૂપિયા અને દાગીનાની ચોરી કરી ગયા ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ દોડી ગઈ અને આગળની કાર્યવહી હાથ ધરી હતી

બનાવની મળતી વિગત મુજબ મોરબીના મકનસર ગામમાં  રેહતા ગીરીશભાઈ દેવીદાસ રાઠોડ ગત તારીખ ૧૯ ના રોજ બપોરના સમયે પોતની પિતરાઈ બેહન લગ્ન થાનગઢ હોવાથી ત્યાં પરિવાર સાથે ગયા હતા અને જેમાં ૨૦ તારીખ સાજે તેમને મકાન માલિકનો ફોન આવ્યો કે તારા ઘરના તાળા તૂટેલા છે એટલે તરત જ પરત આવ્યો હતો

ઘરમાં જોતા તેમના ઘરના કબાટ સહિતના તાળા તૂટેલા હતા અને અને ચેક કરતા ઘરમાંથી લગભગ ૨૫ હજાર રોકડા અને રૂપિયા ૨ લાખ જેટલા દાગીના ચોરી તરતજ તેને તાલુકા પોલીસને જાણ કરી હતી અને ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી

 

Comments
Loading...
WhatsApp chat