જાણો ભરણપોષણ કેસમાં મોરબી કોર્ટે આરોપી પતિને કેટલી સજા ફટકારી ?

મોરબીમાં એક પરિણીતાએ ઘરેલું હિંસા અંતર્ગત કરેલી ફરિયાદને પગલે કોર્ટે ભોગ બનનાર પરિણીતાને ભરણપોષણ ચૂકવવાનો આદેશ કર્યો હતો પરંતુ ભરણપોષ ણ નહિ ચુકવતા આજે મોરબી કોર્ટે પતિને સવા ચાર વર્ષની જેલની સજા ફટકારી છે.

મોરબીના રહેવાસી નઝમાબેન ફિરોઝભાઈ અજમેરીએ તેના પતિ ફિરોઝ ઈબ્રાહીમ અજમેરી વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ કરેલી અરજીને પગલે વર્ષ ૨૦૧૨ માં કેસ ચાલી જતા કોર્ટે ભરણપોષણ ચુકવવા માટેનો આદેશ કરતો ચુકાદો આપ્યો હતો પરંતુ કોર્ટના ચુકાદા બાદ પણ આરોપી પતિ ફિરોઝ ઈબ્રાહીમ અજમેરીએ ભરણપોષણ ચુકવ્યું ના હોય અને ઘરભાડા, વળતર સહિતની ૩.૫૭ લાખની રકમ ચડત થઇ હતી

જેથી નઝમાબેન તરફે વકીલ ચિરાગભાઈ કારીઆએ કરેલી દલીલો અને ધારદાર રજૂઆતને પગલે આજે મોરબી ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ જે.વી. પટેલની કોર્ટે દલીલોને માન્ય રાખી હતી અને કોર્ટના હુકમનું અનાદર કરનાર પતિને જેલની સજા ફટકારવામાં આવી છે જેમાં આરોપી પતિને ૫૧ માસની એટલે કે સવા ચાર વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે

Comments
Loading...
WhatsApp chat