મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખપદે કિશોરભાઈ ચીખલીયા ચૂંટાયા

ઉપપ્રમુખનો તાજ ગુલામભાઈ પરાસરાના શિરે

મોરબી જીલ્લા પંચાયતની ચુંટણીમાં ભારે રસાકસી અને ઉત્તેજનાભરી સ્થિતિમાં યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખ ચુંટણીમાં પ્રમુખનો તાજ કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયાના શિરે પહેરાવાયો છે જયારે ઉપપ્રમુખ તરીકે ગુલામભાઇ પરાસરા ચૂંટાઈ આવ્યા છે.

મોરબી જીલ્લા પંચાયતના હોદેદારોની ચુંટણીને ધ્યાને લઈને આજે એ ડીવીઝન પોલીસ અને એલસીબી ટીમનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચુંટણી યોજવામાં આવી હતી જીલ્લા કલેકટર આર.જે.માકડિયા અને ડીડીઓ એસ.એમ.ખટાણાની ઉપસ્થિતિમાં ચુંટણી યોજવામાં આવી હતી

જેમાં પ્રમુખ તરીકે કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા અને મુકેશભાઈ ગામીએ દાવેદારી નોંધાવી હતી કોંગ્રેસ પક્ષ દ્વારા વ્હીપ આપવામાં આવ્યો હતો જોકે કોંગ્રેસના ૧૬ જેટલા સદસ્યોએ વ્હીપ સ્વીકારવા ઇનકાર કર્યો હતો ૨૪ માંથી ૨૨ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી હોવા છતાં કોંગ્રેસના જુથવાદની ચરમસીમા જોવા મળી હતી અને પક્ષ દ્વારા મેન્ડેટ મુકેશભાઈ ગામીને આપવામાં આવ્યો હોવા છતાં કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયાના જૂથ દ્વારા એકતરફી મતદાન કરતા કિશોરભાઈ ચીખલીયા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે જયારે ઉપપ્રમુખ તરીકે ગુલામભાઈ પરાસરા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

Comments
Loading...
WhatsApp chat