મોરબી ફ્લોર ટાઈલ્સ એસોસીએશનના પ્રમુખ તરીકે કિશોર ભાલોડીયા વિજેતા

મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ વિશ્વિક ઉડાન ભરી રહ્યો છે અને વિશ્વ કક્ષાના આ ઉદ્યોગનું શક્તિશાળી એવું મોરબી સિરામિક એસોના હોદેદારોની વરણી માટે આજે ચુંટણી યોજવામાં આવી હતી જેમાં મોરબી સિરામિક ફ્લોર ટાઈલ્સના પ્રમુખ તરીકે કિશોર ભાલોડીયા ચૂંટાઈ આવ્યા છે.

મોરબી ફ્લોર ટાઈલ્સ એસોનો કાર્યભાર સંભાળતા પ્રફુલભાઈ દેત્રોજાની ટર્મ પૂર્ણ થતા આજે લાલપર નજીક આવેલી મોરબી સિરામિક એસો હોલ ખાતે પ્રમુખપદની ચુંટણી યોજવામાં આવી હતી લોકશાહી ઢબે યોજાતી ચુંટણીમાં બેલેટ પેપરથી નિયમ અનુસાર મતદાન કરવામાં આવ્યું હતું

ફ્લોર ટાઈલ્સ એસોના પ્રમુખ તરીકે યુવા ઉદ્યોગપતિ સાગરભાઈ સદાતીયા અને કિશોરભાઈ ભાલોડીયાએ દાવેદારી નોંધાવી હતી અને ૧૨૪ સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો જે ચુંટણીમાં મોરબી ફ્લોર ટાઈલ્સ એસોના પ્રમુખ તરીકે કિશોર ભાલોડીયાને ૮૨ મત મળતા તેનો વિજય થયો હતો જયારે સાગર સદાતીયાને ૪૨ મતો મળ્યા હતા.

જુઓ વિડીયો,…..

Comments
Loading...
WhatsApp chat